: send direct message to facebook :



પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કોંગ્રેસ દ્વારા ચાલતી અનામત અંગેની ફોર્મુલા અંગેની વાત કરી હતી. કોંગ્રેસ દ્વારા સરકાર બંનેશે તો વહેલામાં વહેલી તકે કોંગ્રેસ સરકાર પાટીદાર અને બીન પાટીદાર સમાજને અનામત આપવાની ખાતરી આપી છે. કોંગ્રેસ દ્વારા વિવિધ બુદ્ધીજીવીઓ સાથે વાત કરીને અનામત અપાવાની ફોર્મુલા બનાવી છે. કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજને અનામત અપાવવાની ફોર્મુલા પાસને આપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી સાથે પાટીદાર સમાજની માંગણીઓ માટે છેલ્લા કેટલીય વખત બેઠકો અને ચર્ચાઓ થઈ છે. તેમણે અમારી માંગીઓ સ્વીકારી છે. કોંગ્રેસ દ્વારા બંધારણીય રીતે ફોર્મ્યૂલા આપી છે. તેને અમે સ્વીકારીએ છીએ.

કોઇ રાજ્યમાં આરક્ષણની સીમામાં 49 ટકાથી વધારે અનામત કરવામાં આવતા કોર્ટે મનાઇ ફરમાવી છે. પાટીદારોના અનામત માટે 49 ટકા સીમાને પણ પાર નહીં કરવામાં આવે. હાર્દિક પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસે પટેલ સમાજના ઓબીસી હેઠળ અનામત આપવાની સહમતી વ્યક્ત કરી છે પાટીદારોને પણ અન્ય પછાત વર્ગની જેમ લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારે પેનલ બનાવીને  કમિશનની ભલામણોના આધાર પર સર્વે કરાવશે અને બિન-અનામત અને પછાત વર્ગોના આધારે લાભ આપવામાં આવશે.

કોંગ્રેસને વોટ આપવાની અપીલ નહીં કરી
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસ પાસેથી કોઇ સીટ માંગી નથી, આવી સ્થિતિમાં ટિકિટોને લઇને વિવાદ ચાલી રહ્યો છે. હું કોઇપણ પાર્ટીમાં જોડાવાનો નથી. અમે કોઇને પણ કોંગ્રેસને વોટ આપવાની અપિલ કરી નથી. કોંગ્રેસ લોકો માટે કામ કરી રહી છે ત્યારે અમે જનતા ઉપર નિર્ણય છોડ્યો છે.

ભાજપે હંમેશા પાટીદારો ઉપર ત્રાસ ગુજાર્યો છે
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપે હંમેશા પાટીદાર સમાજના લોકો ઉપર ત્રાસ ગુજાર્યો છે. મને કોંગ્રેસનો એજન્ટ કહેવામાં આવ્યો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, મે પૈસાની ડિલ કરી છે. પરંતુ એવું કંઇ જ નથી, પાટીદાર સમાજના અધિકારો માટે લડવાનો અમારો હકે છે. પાસના કાર્યકર્તાઓને ચૂંટણી લડવા માટે પણ પૈસાની ઓફર કરવામાં આવી છે. પરંતુ અમે કંઇ જ સ્વીકાર કર્યું નથી. બીજેપીએ વોટનું વિભાજન કરવા માટે 200 કરોડ ખ્ચ કરની અપક્ષ ઉમેદવારો ઉતાર્યા છે. ભાજપ પાટીદારોના વોટનું વિભાજન કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તે ચૂંટણીનો જંગ હારી ચૂંકી છે.
સાબરમતી રિવર ફ્રન્ટ સિવાય કોઇ વિકાસ નથી
હાર્દિક પટેલે ભાજપ ઉપર હુમલો કરતા જણાવ્યું હતું કે, ભાજપ દાવો કરે છે કે ભાજપના શાસનમાં શાંતિ અને વિકાસ સુનિશ્વિત થયો છે. પરંતુ સાબરમતી રિવરફ્રન્ટ સિવાય ગુજરાતમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. ભાજપ લોકોને પાગલ ગણે છે. અમારા કાર્યક્રમોને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસ અમારા લોકોને ધમકીઓ આપી રહી છે.
પાસ કન્વીનર હાર્દિક પટેલની પ્રેસની પ્રેસકોન્ફરન્સ
  • હું જેલમાં હતો ત્યારે જ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોએ પોતાની તાકાત બદાવી છે
  • મારા પિતા પણ ભાજપમાંથી ચૂંટણી લડશે તો હું ભાજપને વોટ નહીં આપું
  • 50% અનામત આપી શકાશે
  • પાસ ફક્ત સમાજ માટે લડે છે, કોઇ વ્યક્તિગત લડાઇ નથી

  • અમારા કાર્યકરોને રોકવામાં આવી રહ્યા છે, કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે
  • મેં ક્યારે ગુજરાતના ગામડાઓમાં વિકાસનું મોડલ જોયું નથી,  રિવરન્ફન્ટને વિકાસનું મોડલ ગણાવવામાં આવે છે
  • આવનારા અઢી વર્ષોમાં હું કોઇ પક્ષમાં જોડાવાનો નથી
  • કોંગ્રેસે બંધારણીય રીતે ફોર્મ્યૂલા આપી છે
  • હું વેચાતો માલ, જો હોત તો જ્યારે જેલમાં હતો ત્યારે 1200 કરોડની ઓફરમાં વેંચાઇ ગયો હતો.
  • લોકોને ગેરમાર્ગે દોરીને આંસુ પાડીને હવે વોટ નહીં મળે
  • કોંગ્રેસે આપેલી અનામતની ફોર્મ્યૂલા અમે સ્વીકારીએ છીએ
  • સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ આરક્ષણ બિલ લાવશે
  • કોંગ્રેસે અમારી માંગણીઓ સ્વીકારી છે
  • દિનેશ બાંભણિયા, મનોજ પનારા પણ હાજર
  • કેટલીક માંગો સાથે કોંગ્રેસ સાથે ચર્ચા ચાલી રહી હતી
  • સમાજની માંગણીઓ સાથે સહમતિ દર્શાવી છે
  • કોંગ્રેસે બંઘારણીય રીતે ફોર્મ્યૂલા આપી છે
  • સત્તામાં આવ્યાં પછી કોંગ્રેસ આરક્ષણ બિલ લાવશે
  • હાલની 49% અનામતમાં ફેરફાર સિવાયની ફોર્મ્યૂલા
  • બિન અનામત વર્ગને અનામત આપવાની ખાતરી આપી છે
  • આર્ટિકલ 31 – C અને 46નાં પ્રાવધાન મુજબ આરક્ષણ બિલ લાવશે કોંગ્રેસ
  • 50% કરતા વધુ આરક્ષણ આપી શકાય છે
  • અનામતની ફોર્મ્યૂલા કોંગ્રેસ મેનિફેસ્ટોમાં મુકશે
  • કોંગ્રેસે બંધારણીય રીતે અનામત આપવાની ફોર્મ્યૂલા આપી
  • 22 પેરામિટર્સનાં આધારે સર્વે કરાશે
  • કોંગ્રેસની અનામત ફોર્મ્યૂલાને સ્વીકારીએ છીએ
  • બિન અનામત પંચને રૂ.2000 કરોડની ફાળવણીની કોંગ્રેસની તૈયારી
  • અમે ક્યારેય કોઈની પાસે ટિકિટ નથી માંગી
  • અમારી ભાજપ પ્રત્યે કોઈ દુશ્મની નથી
  • અમે કોંગ્રેસનાં એજન્ટ કે સમર્થક નથી
  • ગુજરાતની જનતાને યોગ્ય લાગશે તે પક્ષની સાથે
  • PAAS ફક્ત સમાજ માટે લડે છે, વ્યક્તિગત સ્વાર્થ માટે નહી
  • કહેવાતા PAASનાં લોકોએ અમુક જગ્યાએ અપક્ષ ફોર્મ ભર્યા છે
  • PAASમાં કોઈ આંતરિક ભેદભાવ નથી માત્ર રણનીતિનો ભાગ
  • કોઈપણ સરકાર બનશે આંદોલન ચાલુ જ રહેશે
  • આગામી અઢી વર્ષ સુધી કોઈ પક્ષમાં નહી જોડાઉ
  • ગુજરાતનાં ગામડાઓમાં બેરોજગારી, ગરીબી
  • સરકારે માત્ર અમુક સામાન્ય કેસો જ પાછા ખેંચ્યા
  • 200 કરોડ ખર્ચીને ભાજપે અપક્ષ ઉમેદવાર ઉતાર્યા
  • અમારા કન્વીનરોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે
  • કેટલાક કન્વીનરોને 50 લાખની ઓફર કરવામાં આવી રહી છે
  • કે.કૈલાસનાથન પર હાર્દિકનો મોટો આરોપ
  • જેલમાં હતો ત્યારે 1200 કરોડની ઓફર કરી હતી
  • લલિત વસોયાનો વિરોધ નહી કરવામાં આવે
  • પાસ તરફથી માત્ર હું જ નિવેદન આપીશ

Post a Comment

 
Top
Aapanu Gujarat