: send direct message to facebook :

આહીર સમાજને થતા અન્યાયના મુદે તેમજ ઇકોઝોનના મુદે પ્રવિણ રામ ભાજપ વિરુદ્ધ ચલાવશે ડોર ટુ ડોર સંકલ્પપત્ર અભિયાન અને સૌરાષ્ટ્રની અનેક સીટો પર યોજશે સભાઓ.

      તાલાલાના ધારાસભ્યને સસ્પેન્ડ કરી આહીર સમાજનો એક ધારાસભ્ય ઓછો કરવાનું કાવતરું ભાજપે રચ્યું હતું પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટે તાલાલા પેટાચૂંટણી મુલતવી રાખી એટલે સાબીત થઈ ગયું કે ભાજપે ખોટી રીતે સતા નો ઉપયોગ કરીને વહેલી ચૂંટણી લાવી આહીર સમાજને દબાવી,માનસીક રીતે હેરાન કરીને એ સીટ આહીર સમાજ પાસેથી લઇ લેવાનો પ્રયાશ કર્યો હતો.

આહીર સમાજ સાથે થયેલા અન્યાયના વિરોધમાં ભાજપ વિરુદ્ધનું સંકલ્પપત્ર
ઇકોઝોનથી થયેલા નુક્શાનના વિરોધમાં ભાજપ વિરુદ્ધ સંકલ્પપત્રની કોપી

        રાષ્ટ્વાદ ની વાતો કરતી ભાજપે પુરા ભારતના 26 કરોડ આહીર સમાજની આહીર રેજીમેન્ટની માંગણી ના સ્વીકારી આહીર સમાજના શહીદોનું અપમાન કરી આહીર સમાજના સ્વમાન પર ઘા કર્યો છે. 
        તેમજ ગીર વિસ્તારમાં ભાજપે ઇકોઝોનનો કાળો કાયદો લાવી જમીન, મકાન અને પ્રોપર્ટી ના ભાવ ઘટાડી ખેડૂતો અને સામાન્ય જનતાની રોજગારી ખતમ કરવાનું કામ ભાજપે કર્યું છે તેમજ ઇકોઝોન માટે તાલાલા આંદોલનમાં ભાજપે આપેલા વચનમાંથી ભાજપે ફરી જઈ તાલાલા,ગીર સોમનાથ,જૂનાગઢ,અમરેલી અને પોરબંદર ના લોકો સાથે ભાજપે દ્રોહ કર્યો છે.
         ત્યારે આંદોલનકારી પ્રવિણ રામે જણાવ્યું કે આહીર સમાજ સાથે થયેલા અન્યાય તેમજ ઇકોઝોનના વિરોધમાં ભાજપને મત ના આપવાના સંકલ્પપત્રો દરેક જિલ્લામાં ડોર ટુ ડોર ભરાવી ભાજપ વિરુદ્ધ સંકલ્પપત્ર અભિયાન ચલાવવામાં આવશે તેમજ આહીર સમાજ પ્રભાવીત સીટોમાં સમેલ્લનો કરી ભાજપે આહિર સમાજ સાથે કરેલા અન્યાયને ઉજાગર કરવામા આવશે અને દરેક જિલ્લા મુજબ સમેલ્લનોની તારીખ,સમય અને સ્થળ મુજબની યાદી ટુક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરી દેવામાં આવશે એવું પ્રવિણ રામે એમની પ્રેસ યાદીમાં જણાવ્યું હતું

Post a Comment

 
Top
Aapanu Gujarat