: send direct message to facebook :


       ચૂંટણી આવતા જ મોટા ભાગના આંદોલકારીઓ લોકોના પ્રશ્ર્નો નું નિરાકરણ કરવાની જગ્યા એ પોતાના રાજકીય લાભ પાછળ દોડી રહ્યા છે ત્યારે ગુજરાત માં એક આંદોલનકારી એવો છે જેમણે પોતાના સ્વાર્થની જગ્યાએ લોકોના પ્રશ્નો માટે પાર્ટી પર દબાણ બનાવ્યું

     

      ખેડૂતો, બેરોજગાર યુવાનો અને કર્મચારીઓ ના પ્રશ્ર્નોને લઈને પ્રવિણ રામ સાથે કૉંગ્રેસે અનેક બેઠક કરી હતી પરંતુ પાર્ટી કોઈ સ્ટેન્ડ ક્લીયર કરતી ન હતી ત્યારે પાર્ટી પર દબાણ ઉભું કરવા પ્રવિણ રામે 10 સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખી પાર્ટી ને પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવા મજબુર કરી દીધી જેના કારણે પાર્ટીએ ખેડૂતો ,કર્મચારી અને બેરોજગાર યુવાનો માટે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવું પડ્યું.

         પ્રવિણ રામે તાલાલા થી ઉમેદવારી નોંધાવતા પાર્ટીએ ઈકો ઝોન બાબતે પણ પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવું પડ્યું જેમનો સીધો ફાયદો ગીર પંથક અને તાલાલા ની જનતા ને થશે જો કે પ્રવિણ રામે કૉંગ્રેસ પાસે ઈકો ઝોન બાબતે પાર્ટી નું સ્ટેન્ડ ક્લીયર કરાવતા તાલાલામાં ઈકો ઝોનથી પ્રભાવિત 50000 થી વધારે મતદાતાઓમાં કૉંગ્રેસને ફાયદો થઈ શકે આમ પ્રવિણ રામનો તાલાલા માં આ રાજકિય સ્ટંટ તાલાલા માં કૉંગ્રેસને મોટો ફાયદો કરાવી શકે.

       પ્રજાના પ્રશ્ર્નોના નિરાકરણ માટે આ રાજકીય આંદોલનને સફળતા મળતા તાલાલા,સોમનાથ સહિત તમામ સીટોમાંથી ઉમેદવારી પાછી ખેસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ કોઈ પણ પાર્ટી સાથે જોડાયા નથી.

Post a Comment

 
Top
Aapanu Gujarat