: send direct message to facebook :

કર્મચારીઓ,બેરોજગાર યુવાનો અને ખેડૂતો માટે સફળ લડત ચલાવનાર પ્રવીણ રામની માંગણીઓને લઈને કોંગ્રેસ અને ભાજપ દ્વારા કોઈ બાહેંધરી ના લેવાતા જન અધિકાર મંચના અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આહીર સમાજનું નિર્ણાયક મતદાન હોવાથી સૌરાષ્ટ્રમાં માહોલ ગરમાયો છે

 તેમજ આહીર સમાજના અનેક સંગઠનોએ પ્રવીણ રામના અપક્ષ ઉમેદવારોને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે ત્યારે આહીર સમાજ પરંપરાગત રીતે કોંગ્રેસ તરફી રહ્યા છે ત્યારે કોંગ્રેસના મતોનું ધ્રુવિકરણ થાય એવિ શક્યતાઓ વધી ગઈ છે તેમજ જન અધિકાર મંચ દ્વારા ૨૦ અપક્ષ ઉમેદવારોની યાદી જાહેર કરાઈ એવિ શક્યતાઓ છે તેમજ આ યાદીમાં કોંગ્રેસ માંથી જેમની ટીકીટ કપાઈ એવા નામો પણ જન અધિકાર મંચની યાદીમાં જોવા મળી શકે છે અને બાકીની સીટોમાં આપ, સદ્ભાવના અને અન્ય પક્ષોના ઉમેદવારોને સમર્થન આવી શકે છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat