: send direct message to facebook :

કેન્દ્ર સરકારે ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલને વાય કેટેગરીની વીઆઈપી સુરક્ષા ફાળવી છે. આ જાણકારી ગુરુવારે સરકારી સૂત્રો દ્વારા મળી છે. પાટીદાર અનામત આંદોલનની નેતાની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ને સોંપવામાં આવી છે. સીઆઈએસએફના કમાન્ડો જલ્દી જ પાટીદાર નેતાની સુરક્ષાની કમાન પોતાના હાથમાં લેશે.
ગુજરાતમાં યાત્રા દરમિયાન હાર્દિક સાથે અંદાજે 8 કમાન્ડો રહેશે. સૂત્રોએ જણાવ્યું કે, સેન્ટ્રલ ઈન્જેલિજન્સ અને સુરક્ષઆ એજન્સીઓએ ખતરા સંબંધી રિપોર્ટ તૈયાર કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં હાર્દિકને સુરક્ષા આપવાની વકાલત કરવામાં આવી હતી. આઈએસએફની એક વિશેષ વીઆઈપી સુરક્ષા શાખા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત જેવા અંદાજે 60 ગણમાન્ય લોકોને આ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
આ કમાન્ડો 24 કલાક હાર્દિકની સાથે જ રહેશે. બીજી તરફ જાણવા મળ્યું છે કે, પોલીસ આ રીતે મારી જાસૂસી કરવા માગે છે. તેથી મને આ સુરક્ષા આપવામાં આવી રહી છે. હાર્દિક પહેલા દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ આ પ્રકારની સુરક્ષા લેવાનો ઈન્કાર કર્યોહતો.

Post a Comment

 
Top
Aapanu Gujarat