: send direct message to facebook :


reddit-telegram
FacebookWhatsAppTwitterEmailFacebook Messenger
ભારતમાં ટેલીગ્રામ અને રેડીટ જેવી વેબસાઈટ અને એપને ઈન્ટરનેટ સેવા આપતી કંપનીઓ બ્લોક કરી શકે છે. આ અંગે મળતી માહિતી અનુસાર ભારતમાં ઈન્ટરનેટ પ્રદાતા ગૃપએ કોમેડી સાઈટ કોલેજ હ્યૂમરને બ્લોક કરી દીધી છે. જો કે રેડીટ અને ટેલીગ્રામને હાલ પણ એક્સેસ કરી શકાય છે. આ વેબસાઈટને બ્લોક શા માટે કરવામાં આવી રહી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. કોલેજ હ્યૂમર વેબસાઈટને તાજેતરમાં જ બ્લોક કરવામાં આવી છે.
આ વેબસાઈટ માટે સર્ચ કરવાથી મેસેજ મળે છે કે ભારત સરકાર અને દૂરસંચાર મંત્રાલય તરફથી મળેલા આદેશ અનુસાર આ સાઈટને બ્લોક કરવામાં આવી છે. આ મામલે ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટીવ અપર ગુપ્તાએ જણાવ્યું છે કે, આમ શા માટે થાય છે તે ખ્યાલ નથી. કેટલીક વેબસાઈટને કોઈપણ પ્રકારના નોટિફિકેશન વિના જ બ્લોક કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 250 વેબસાઈટને જિયો, એરટેલ અને હૈથવે પર બ્લોક કરવામાં આવી છે. કેટલાક યૂઝર્સએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે.
આ અંગે એરટેલએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કારણ દર્શાવ્યા વિના કોઈ વેબસાઈટને બ્લોક કરતા નથી. એરટેલ ત્યારે જ સાઈટ બ્લોક કરે છે જ્યારે કોઈ આદેશ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે તે ભારત પહેલા રશિયા અને ઈરાનમાં ટેલીગ્રામને બ્લોક કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે ફ્રીમાં ફિલ્મ ડાઉનલોડ કરતી ટોરંટ સાઈટને ભારત સરકારએ પહેલા જ બંધ કરાવી દીધી છે. આ ઉપરાંત અશ્લીલ વીડિયો દર્શાવતી વેબસાઈટને પણ ઈંટરનેટ કંપનીઓએ બ્લોક કરી દીધી છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat