: send direct message to facebook :

  • HOME
  • GUJARAT 
  • પાસ કન્વીનર નરેન્દ્ર પટેલનો દાવો, તેમની પાસે દિગ્ગજ ભાજપ નેતાની ઓડિયો ક્લીપ

પાસ કન્વીનર નરેન્દ્ર પટેલનો દાવો, તેમની પાસે દિગ્ગજ ભાજપ નેતાની ઓડિયો ક્લીપ

 | 7:41 pm IST
  • 8 Share
ભાજપ દ્વારા ખરીદી કરવામાં આવી હોવાનો પર્દાફાશ કરનારા અને રૂ. 10 લાખ ભાજપ તરફથી મળ્યાં હોવાનું જણાવી ટેબલ લઈને પત્રકાર પરિષદ કરનારા મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે મોડાસાના વણિયાદમાં સભા સંબોધી હતી. જેમાં તેમણે તેમની પાસે એક ભાજપના મોટાં ગજાના નેતાની ઓડિયો ક્લીપ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તે આગામી દિવસોમાં આ ઓડિયો ક્લીપ જાહેર કરશે તેવો દાવો પણ કર્યો હતો.
પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની અત્યાર સુંધીમાં બે કથિત ઓડિયો ક્લીપ વાઈરલ થઈ ચૂકી છે. એક ક્લીપમાં વરૃણ પટેલ સાથે ભાજપમાં જોડાવા અંગેનો વાર્તાલાપ અને બીજી ક્લીપમાં કોંગ્રેસ સાથે સાંઠગાંઠ હોવાની વાત ચર્ચાનો મુદ્દો બન્યો છે. પોતાની પાસે આવી અનેક ક્લીપ હોવાના પણ નરેન્દ્ર પટેલે દાવા કરેલા છે. ત્યારે મોડાસાના વણિયાદ ખાતે યોજાયેલ એક શામ,સરદાર કે નામ કાર્યક્રમમાં નરેન્દ્ર પટેલે પોતાની પાસે અમિત શાહની ઓડિયો ક્લીપ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. કાર્યક્રમમાં આપેલા ભાષણનો વીડિયો વાયરલ કરાયો હતો જેમાં આગામી દિવસોમાં અમિત શાહની ઓડિયો ક્લીપ જાહેરનો કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરી ઓડિયો જાહેર કરીશ ત્યારે ભાજપની દશા ખરાબ થઈ જશે તેમ તેમણે જણાવાયું હતું. મારી પાછળ સ્ટેટ અને સેન્ટ્રલ આઈબીની પણ નજર છે. ગમે ત્યારે મને કંઈ પણ થઈ શકે છે પરંતુ છેલ્લે સુંધી હું લડતો રહીશ તેમ નરેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું.

Post a Comment

 
Top
Aapanu Gujarat