: send direct message to facebook :

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગીની વાત પ્રકાશમાં આવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ મામલે કોંગ્રેસ, હાર્દિક પટેલ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પણ નીતિનભાઈના સમર્થનમાં હોવાની વાત જણાવી કેટલીક ઓફર પણ કરી દીધી હતી. પરંતુ આ તમામ ચર્ચા અને ઓફરનો અંત નીતિન પટેલે લાવી દીધો છે. તેમણે આ મામલે પહેલીવાર જાહેરમાં નિવેદન આપી જણાવી દીધું છે કે તેઓ 10 ધારાસભ્યો સાથે રાજીનામુ આપશે તે વાત ખોટી છે. તે ક્યારેય પક્ષ છોડશે નહીં.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પોતાની નારાજગી અને તેમને પક્ષમાં જોડાવા માટે થતી ઓફર અંગે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વાત સત્તાની નથી સ્વાભીમાનની છે અને તેમણે તેમની લાગણી ભાજપ હાઈ કમાન્ડ સમક્ષ વ્યકત કરી છે. હવે આ મામલે હાઈ કમાન્ડ જ નિર્ણય કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે હાઈ કમાન્ડ તેમની વાત પર ગંભીર છે.
નીતિન પટેલ સાથે મુલાકાત કર્યા બાદ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે 1 જાન્યુઆરીના રોજ મહેસાણા બંધનનું એલાન કર્યું હતુ. આ મામલે પણ નીતિનભાઈએ જણાવ્યું છે કે મહેસાણા બંધ ન કરવામાં આવે. હવે આ મામલે હાઇ કમાન્ડ શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાઈ છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat