: send direct message to facebook :


      ગુજરાત માં યુવા આંદોલનકારીમાં પ્રવિણ રામે સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકમા ખેડૂતો માટે ઈકો ઝોનના મુદ્દાને લઈને આંદોલન ચલાવ્યું હતું અને આ આંદોલન ગીર સોમનાથ,જૂનાગઢ,અને અમરેલીના ખેડૂતો માટે ચલાવવામાં આવ્યું હતું ત્યારે અત્યારે જૂનાગઢ ,ગીર સોમનાથ અને અમરેલીમાં ભાજપ નો સફાયો થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે તેમજ તાલાલા માં 31000 જેટલી લીડથી કોંગ્રેસ જીતી રહ્યું છે જેમાં ઈકો ઝોનના આંદોલન ની સીધી અસર જોવા મળી રહી છે આમ આ તમામ વિસ્તારમાં પ્રવિણ રામ ના આંદોલન ની ઈફેક્ટ જોવા મળી રહી છે તેમજ કર્મચારી માટે ચલાવેલા આંદોલન ના કારણે ગાંધીનગર ઉત્તર પણ ભાજપ ગુમાવી રહ્યું છે આમ પ્રવિણ રામ ના આંદોલનની ઈફેક્ટની અસર થઈ છે.
       પ્રવિણ રામ કોઈ પક્ષ સાથે જોડાયા નહોતા પરંતુ મુદા લક્ષી સરકાર સામે એમની લડત ચાલુ હતી ત્યારે ગાંધીનગર ઉત્તર અને સોરઠ પંથક માં સરકાર વિરોધી નારાજગી વોટમાં તબદીલ થઈ રહી છે એવું સાબિત થાઈ છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat