: send direct message to facebook :

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી ઘડીના ચૂંટણી પ્રચાર માટે આજથી રાહુલ ગાંધી ફરી એક વાર ૪ દિવસ માટે ગુજરાતમાં ધામા નાંખશે. રાહુલ ગાંધી ૮મીએ મધ્ય ગુજરાત, ૯-૧૦ ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને ૧૧મી ડિસેમ્બરે અમદાવાદ શહેરની મુલાકાત લેવાના છે. શુક્રવારે રાહુલ છોટા ઉદેપુર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાની મુલાકાત લેવાના છે. સવારે ૧૦.૪૫ કલાકે તેઓ ચોપર મારફત વડોદરા આવી પહોંચશે.
રાહુલ પહેલા દિવસે બપોરે ૧૨ વાગ્યે છોટા ઉદેપુરના પાવી જેતપુર ખાતે જાહેર સભાને સંબોધન કરશે. બપોરે એક વાગ્યે અમદાવાદ જિલ્લાના રામેસર ખાતે પહોંચશે, જ્યાં જાહેરસભાને સંબોધશે.બપોરે ત્રણ વાગ્યે ચોપર મારફત તારાપુર રવાના થશે. આણંદ જિલ્લાના ખંભાત-તારાપુર રોડ નજીક ૩.૩૦ વાગ્યે રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધશે. સવા ચાર કલાકે બસ મારફત યાત્રા કરશે. પોણા પાંચ વાગ્યે ખેડા જિલ્લાના લિંબાસી ખાતે કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંજે છ કલાકે આણંદ જિલ્લાના સુચિત્રા ચોકડી ખાતે સ્વાગત કાર્યક્રમ રખાયો છે. સાંજે સાત વાગ્યે આણંદ વ્યાયામ શાળા ખાતે જાહેરસભાને સંબોધન કરશે. રાહુલ બીજા દિવસે શનિવારે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની મુલાકાત લેશે. હારિજ, છાપી તેમ જ વડાપ્રધાનના વતન વડનગર ખાતે પણ જાહેરસભા ગજવશે. આ ઉપરાંત વીજાપુરમાં પણ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૧મીએ અમદાવાદ શહેરમાં રોડ શોની પણ તૈયારીઓ કરવામાં આવી છે.

Post a Comment

Top
Aapanu Gujarat