: send direct message to facebook :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખુબ જ આપત્તિજનક ટિપ્પણી કરનારા મણિશંકર ઐયર પર કોંગ્રેસ પાર્ટીએ પગલા લીધા છે. તેમને કૉંગ્રેસ પાર્ટીનાં પ્રાથમિસ સભ્યા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ આ મામલામાં કારણ બતાઓ નોટિસ પણ જાહેર કરવામાં આવ્યુ છે. કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટર પર જાણકારી આપી છે.
તેમણે ટ્વીટ કર્યુ,”આ જ છે કૉંગ્રેસનું ગાંધીવાદી નેતૃત્વ અને વિરોધીઓ પ્રત્યે સન્માનની ભાવના. કૉંગ્રેસ પાર્ટીએ મણિશંકર ઐયરને કારણ બતાઓ નોટિસ જાહેર કરીને તેમની પ્રથમિક સદસ્યતાને રદ્દ કરી દીધી છે” આ સાથે જ સુરજેવાલાએ સવાલ ઉઠાવ્યો છે કે, શું મોદી ક્યારેય આ પ્રકારનું સાહસ દેખાડી શકે?
શીલા દીક્ષિતે કર્યુ ટ્વીટ
દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે અહિંયા સુધી કહી નાંખ્યુ છે કે કેટલાક નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસને વધારે કમજોર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમને ટ્વીટ કર્યુ કે,”હું કેટલાક કૉંગ્રેસી નેતાઓ દ્વારા રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પાર્ટીને કમજોર કરવાના પ્રયત્ન કરનારની ઘોર નિંદા કરી રહી છું. જો આ નેતા ખરેખર કૉંગ્રેસની વિચારધારા પર વિશ્વાસ ધરાવે છે, તો તેમણે શબ્દોની પસંદગી પહેલા ખુબ જ સાવધાન રહેવું પડશે.” તેમણે વધુમાં જણાવ્યુ કે, આપણે બધાએ આપણા અધ્યક્ષને વધું મજબૂત કરવાની જરૂરીયાત છે.
લાલુએ કહ્યું મણિશંકર માનસિક રૂપે બિમાર
વડાપ્રધાન નરેમન્દ્ર મોદીને નીચ કહેનારા કૉંગ્રેસ નેતા મણિશંકર ઐયરની આરજેડી સુપ્રીમો લાલુ યાદવે પણ ઘોક નિંદા કરી છે. તેમણે કહ્યું કે, મણિશંકર ઐયર માનસિક રૂપે અસ્વસ્થ છે.
મણિશંકર અય્યરે માંગી માફી
મણિશંકર અય્યરે આ મામલામાં કહ્યું કે,”જ્યારે હું ‘નીચ’ શબ્દ કહું છું ત્યારે મને તે શબ્દ નીચા સ્તરનો અર્થ લાગે છે, હું અંગ્રેજીમાં અને હિન્દીમાં બોલું છું કારણ કે હિન્દી મારી માતૃભાષા નથી. તેથી જો તેનો કોઈ અન્ય અર્થ હોય તો માફ કરશો.” મણિશંકરે વધુંમાં જણાવ્યું કે, વડાપ્રધાન બાબા સાહેબ આંબેડકર કેન્દ્રનાં ઉદ્ઘાટન સમયે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પક્ષની નિંદા કરી હતી. પીએમ અમારા નેતાઓ સામે ખોટી ભાષાનો ઉપયોગ કરે છે. હું ફ્રીલાન્સ કૉંગ્રેસી છું પક્ષમાં મારૂ કોઇ પદ નથી. જેથી હું વડાપ્રધાનને તેમની ભાષામાં જ જવાબ આપી શકુ છું.”
રાહુલ ગાંધીએ મણિશંકરને માફી માંગવા કરી અપિલ
“ભાજપ અને પીએમ કૉંગ્રેસ પક્ષ પર પ્રહાર કરવા માટે ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. કૉંગ્રેસ એક અલગ સંસ્કૃતિ અને વારસો ધરાવે છે. હું વડાપ્રધાનને સંબોધવા માટે શ્રી મણિ શંકર અય્યર દ્વારા ઉપયોગમાં લેવાયેલ શબ્દો અને ભાષાની પ્રશંસા કરતો નથી. કોંગ્રેસ અને હું મણિશંકર અય્યર પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ પોતાની ભાષા બદલ માફી માંગી લેશે”
મણિશંકરના નીચ વિશેના નિવેદન પર પીએમ મોદીનો જવાબ
મણિશંકરએ પીએમ મોદી પર કરેલા નીચના નિવેદનનો જવાબ પીએમ મોદીએ સુરતની સભામાં આપ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે. ચારેબાજુથી બધુ સાફ થઈ ગયું છે. આજે કોંગ્રેસના એક જવાબદાર નેતા મણિશંકર ઐયરે નિવેદન કર્યું કે, આ મોદી તો નીચ જાતિનો છે. આ અપમાન ગુજરાતનું છે કે નહિ? આ અપમાન ભારતની મહાન પરંપરાનુ છે. આ તો મોગલાઈ માનસિકતા છે, જ્યાં ઊંચનીચના સંસ્કાર તમે દેશમાં નાખ્યા. એ સંસ્કાર એવા હતા કે, ગામડામાં પણ લોકો સારા કપડા પહેરીને નીકળે તો મોગલાઈ સંસ્કારવાળાને સહન નહોતા થતા. તેમને તકલીફ પડે. તમે અમને ગધેડા, ગંદી નાળીના કીડા કહ્યા, તમે અમને નીચ કહ્યા, પણ અમે અમારા સંસ્કાર અનુસાર જ જીવવા ટેવાયા છીએ. 18 તારીખે મતપેટી બતાવશે કે ગુજરાતના સંતાનને આ પ્રકારની ભાષા બતાવે, તેનો બદલો ગુજરાત કેવી રીતે લે છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat