: send direct message to facebook :

આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ પર 20 થી માનહાનિ કેસો નોંધાયેલા છે. જેમાં તેમના મુખ્યા એવા અરવિંદ કેજરીવાલ પણ પાછળ નથી. હાલમાં AAP પોતાના આ તમામ મામલે નીકાલ લાવવા માંગે છે. ખાસ વાત એ છેકે કેજરીવાલ પોતાના પર ચાલી રહેલા તમામ મામલાને પૂર્ણાહુતિ આપવા માંગે છે. જેના માટે તેઓ જાતે જ આ સંબંધિત નેતાઓ સાથે વાતચીત કરવા જશે. અરૂણ જેટલી, નિતિન ગડકરી સહિત ઘણાં નેતાઓએ કેજરીવાલ પર માનહાનિનો દાવો માંડ્યો છે.
આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીએમ કેજરીવાલે આ મામલે રોજના ઘણો સમય કોર્ટમાં પસાર કરવો પડે છે, જેનાથી તેમના કામકાજ પર પણ અસર થઈ રહી છે. જેથી તેમણે તેના પર એકસાથે જ પૂર્ણવિરામ્ લગાવવાનો પ્રયત્ન કર્યો છે.

આ મામલે શરૂઆત મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા પંજાબના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી બિક્રમ સિંહ મજિઠિયાની માફી માંગવાથી કરી છે. આ અંગે પાર્ટી પ્રવક્તા સૌરભ ભારદ્વાજના અનુસાર પાર્ટી આ પ્રકારના તમામ મામલે નેતાઓની માફી માંગશે. કેજરીવાલે મજીઠિયા પર ડ્રગ્સના વેપારમાં સંકળાયેલા હોવાનો આરોપ છે.
કેજરીવાલે અકાલી દળના નેતા મજીઠિયાની ‘માફીનામા’માં લખ્યું છે, હવે હું જાણી ગયો છું કે તમામ આરોપ પાયાહીન છે, તેથી તમારા પર લગાવેલા તમામ આરોપ અને નિવેદનો પાછા લઈ રહ્યો છું અને તેના માટે હું તમારી માફી પણ માંગું છું.
છેલ્લા 7 મહિનામાં કેજરીવાલ દ્વારા બીજી વખત માફી માંગવામાં આવી છે. તેમજ આમ આદમી પાર્ટી તેમના નેતાઓ પર ચાલી રહેલા કેસને આ રીતે નીકાલ લાવવા માંગે છે. આ અગાઉ ઓગસ્ટમાં કેજરીવાલે હરિયાણના ભાજપ નેતા અવતાર સિંહ ભડાનાની પણ માનહાનિ મામલે માંફી માંગી તેના પર પૂર્ણવિરામ મુક્યું હતું.

Post a Comment

 
Top
Aapanu Gujarat