: send direct message to facebook :


દેશના રાજકારણમાં ભણેલો વર્ગ પણ ધીમે-ધીમે પ્રવેશ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં રાજસ્થાનની 24 વર્ષની MBBS કરી રહેલી શહેનાઝ ભારતની સૌથી પહેલી યુવા સરપંચ બની છે. શહેનાઝ રાજસ્થાનના ભરતપુર જિલ્લાની કામા પંચાયતની સૌથી નાની ઉંમરની પહેલી મહિલા યુવા સરપંચ બની છે. ભરતપુર એવું ગામ છે જ્યાં મહિલાઓ ડોક્ટર કે એન્જિનિયરીંગ કરવા વિશે વિચારી પણ શકતી નથી, જો કે હવે કેટલીક યુવતીઓ ગ્રેજ્યુએશન અને બી.એડ કરે છે. જ્યાં આ રીતે ગામના મુખ્યાના પદને શોભાવવું પણ દેશના માટે ગર્વની વાત છે.

રાજસ્થાનમાં સરપંચના પદ માટે ધોરણ 10માં પાસ થયાનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. તેના દાદા 55 વર્ષ સુધી સરપંચ પદે રહ્યા હતા, ત્યાર પછી તેના પિતાજી પણ ગામના સરપંચ હતા પણ તેમણે ખોટું સર્ટીફિકેટ આપ્યું છે એમ કહીને તેમને સરપંચ પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારપછી પરિવારમાં હવે કોણ સરપંચ પદે જશે તે વિશે મુંઝવણ ચાલી રહી હતી. આથી શહેનાઝે આ પદ સંભાળવાનું નક્કી કર્યું.
શહેનાઝે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં તેની લાઈફ સંપૂર્ણ પણે બદલાઈ ચુકી છે. તે MBBS ના ચોથા વર્ષમાં છે અને હાલ ગુરૂ ગ્રામ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહી છે. તે આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ઈચ્છતી હતી, પણ સરપંચ પદ સંભાળ્યા પછી તેણે આ નિર્ણય હાલ પુરતો માંડી વાળ્યો છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat