: send direct message to facebook :


             



          પીપાવાવ સ્થિત રિલાયન્સ નેવલ કંપની દ્વારા કોન્ટ્રાકટરો, કામદારો અને વેપારીઓના બાકી નીકળતા કરોડો રૂપિયા ન ચુકવતા જન અધિકાર મંચના પ્રવિણ રામની આગેવાનીમા છેલ્લા 45 દિવસથી આંદોલન ચલાવવામા આવી રહ્યુંછે. અગાઉ આવેદનપત્ર, રેલી, આત્મવિલોપનની ચિમકી, ધરણા સહિતના ઉગ્ર કાર્યક્રમો પણ યોજવામા આવ્યા હતા. જો કે તેમ છતા પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. કંપની દ્વારા સ્થાનિકોનુ શોષણ કરવામા આવતુ હોય આ ઉપરાંત કોન્ટ્રાકટરો, કામદારો અને વેપારીઓના નાણા ચુકવવામા આવ્યા ન હોય કંપની સામે લડત ચલાવવામા આવી રહી છે. હાલ 45 દિવસથી આંદોલન શરૂ હોય ગઇકાલે મરીન પીપાવાવ પોલીસે આંદોલનકારીઓને અટકાયત કરી પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે પ્રવિણ ભોજાભાઇ રામ સહિત 48 આંદોલનકારીઓની GPACT ક.69 મુજબ અટકાયત કરી હતી અને બાદમા મુકત કરવામા આવ્યા હતા જો કે તેમ છતા આંદોલનકારીઓએ પોલીસ મથક સામે જ બેસી ગયા હતા. ત્યારે પોલીસે ફરજમા રૂકાવટ સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. 
           રાજુલા વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર આવતીકાલે તા. 27ના રોજ રિલાયન્સ નેવલ કંપની સામે સ્થાનિક લોકોને સાથે રાખી ધરણા કરશે. તેમણે એક યાદીમા જણાવ્યું હતુ કે રાજુલા વિસ્તારના કોન્ટ્રાકટરો, કામદારો અને વેપારીઓ દ્વારા લોકશાહી ઢબે 45 દિવસથી આંદોલન ચલાવવામા આવી રહ્યું છે ત્યારે આંદોલનને તોડવાનો પ્રયાસ કરાયો છે. 47 આંદોલનકારીઓ જેલ હવાલે ગઇકાલે મરીન પીપાવાવ પોલીસે 48 આંદોલનકારીઓની અટકાયત કરી હતી. જો કે અહી 47 આંદોલનકારીઓએ જામીન ન લેવાનો નિર્ણય લીધો હતો જેને પગલે પોલીસે તમામ 47ને જેલ હવાલે કર્યા હતા.

Post a Comment

 
Top
Aapanu Gujarat