: send direct message to facebook :


બિનઅનામત વર્ગને રીઝવવા માટે સરકારે એક મોટી વિચારણા કરી છે. બિનઅનામત જ્ઞાતિને 35 યોજનાનો લાભ આપવાની સરકારની વિચારણા ચાલી રહી છે. જેથી હવે અનામત વર્ગને મળતા લાભ બિનઅનામવત વર્ગને પણ મળશે. ટૂંક સમયમાં સરકાર આ બાબતની સત્તાવાર જાહેરાત કરશે તેવું સૂત્રોનું કહેવું છે. ગાંધીનગરમાં આજે બિનઅનામત વર્ગ આયોગની કચેરીમાં જુદો ધમધમાટ જોવા મળ્યો હતો. આયોગ દ્વારા બિનઅનામત વર્ગને રાજ્ય સરકારની જુદીજુદી 35 જેટલી યોજનાઓનો લાભ આપવા ભલામણ કરવામાં આવનાર છે.
સરકાર બિનઅનામત વર્ગને 2 થી 4 ટકાના દરે શૈક્ષણિક લોન આપવાની વિચારણાં કરી રહી છે. તેમજ વિદેશ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને લોન આપવામાં આવશે. વય મર્યદામાં છૂટછાટ અને મહિલા અનામતના લાભ પણ તેઓને અપાશે. આમ, મહિલા કેટેગરીમાં પણ બિનઅનામત વર્ગને લાભ મળશે. જ્ઞાતિઓ કેવા પ્રકારની જરૂરિયાત ઈચ્છે છે તે પ્રકારનો સરવે થશે. બિનઅનામત આયોગ 3 મહિનામાં સરકારને ભલામણ કરશે. આ ઉપરાંત નોકરીમાં જે રીતે અનામત વર્ગને વયમર્યાદા સહિતની છૂટછાટો આપવામાં આવે છે તેમ છૂટછાટ આપવાની ભલામણ પણ કરવામાં આવનાર છે.
કહેવાય છે કે વિધાનસભાના ઈલેક્શનમાં સરકારને પાટીદારોની નારાજગી ભારે પડી હતી. તેથી હવે લોકસભાની ચૂંટણીમાં જનરલ કેટેગરીને નારાજ કરવાનુ સરકારને મોટુ નુકશાન કરાવી શકે છે. તેથી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર આ નિર્ણય લેશે. આગામી એક મહિનામાં જિલ્લા દીઠ બિનઅનામત જ્ઞાતિઓનો એક સેમ્પલ સરવે કરવામાં આવશે. ત્યાર બાદ તેમની જરૂરિયાત શું છે તે જાણવામાં આવશે. આમ, જે લાભ અનામત વર્ગોને મળતો હતો, તે હવે બિનઅનામત જ્ઞાતિઓને પણ મળશે તેવી વિચારણા ચાલી રહી છે. આ વિચારણા જલ્દી અમલમાં લેવાય તે માટે બિનઅનામત આયોગ અને બિન અનામત નિગમ જલ્દીથી કામગીરી કરશે.

Post a Comment

 
Top
Aapanu Gujarat