: send direct message to facebook :


બનાસકાંઠાના ખેતરોમાંથી પસાર થતી હિંદૂસ્તાન પેટ્રો કેમિકલ્સ લિમિટેડ(HPCL)ની પાઈપલાઈનને મામલે ખેડૂતો દ્વારા આપવામાં આવતી લડ઼તમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા હતા. તેમણે ખેડૂતોનો અવાજ સત્તાવાળા સુધી પહોંચાડવા માટે તેમની સાથે કલેકટરને મળી આવેદનપત્ર આપ્યું હતું. તે થકી ખેડૂતોને પૂરતું વળતર મળે તેવી માંગણી કરવામાં આવી હતી. આ રીતે જિગ્નેશ મેવાણી પોતાના વિસ્તારની સમસ્યાઓમાં લોકોને સાથ આપી તેમની વહારે આવ્યા હતા.
વડગામ તાલુકાના મજાદર ભરકાવાડા શેરપુરા સહિતના વડગામ તાલુકાના ખેડૂતોને પૂરતું વળતર મળે એ મુદ્દે આજે વડગામના જે સ્થાનિક ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી આજે પાલનપુર કલેકટર કચેરીએ ખેડૂતો સાથે આવ્યા હતા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને ખેડૂતોને પૂરતા વળતરની માંગ કરી હતી. વડગામ તાલુકાના ચારથી પાંચ જેટલા ગામડાઓમાંથી એચપીસીએલની ગેસ પાઇપ લાઇન પસાર થઇ રહી છે ત્યારે જે ખેડૂતો પાસેથી એચપીસીએલે જમીન હસ્તગત કરી છે તે મફતના ભાવે હસ્તગત કરી હોવાથી તેમને જમીન પેટે યોગ્ય વળતર મળે તેવી માંગણી વડગામ ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર પાસે કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે એચપીસીએલ દ્વારા હાલમાં ગેસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તે જમીન ધરાવતા ખેડૂતોને જંત્રી કરતાં જે ઓછો ભાવ મળે છે. તેના દ્વારા જમીનની કિંમત ઓછી મળતી હોવાના મુદ્દે કલેકટર પાસે રજૂઆત કરી હક અંગેની લડત આપી રહ્યાં છે. દરમિયાન બુધવારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સ્થાનિકોને અને ખેડૂતોને સાથે રાખી કલેકટર કચેરી પહોંચ્યા હતા. કલેકટરને આવેદનપત્ર આપી અને વ્યાજબી વળતર આપવાની માંગ કરી હતી.
ધારાસભ્ય વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે બનાસકાંઠાના ખેડૂતોનું જીવન ખેતી પર આધારિત છે. ત્યારે વડગામ તાલુકાના જે ગામડાઓ છે તેમાં એચપીસીએલના જે ગેસ પાઇપલાઇન નીકળી રહી છે.  જેને લીધે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને જમીનના ભાવ નથી મળ્યા. ખેડૂતોને બજાર કરતાં માર્કેટ કરતાં જંત્રી ઓછી મળી રહી છે. જેથી ખેડૂતોને મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે. એ મુદ્દે આજે ખેડૂતો કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા. વ્યાજબી વળતર આપવાની માંગ કરી હતી.
સ્થાનિક ખેડૂત શબ્બીર શેખનું કહેવું છે કે વડગામ તાલુકાના ગામડાઓમાં એચપીસીએલ જમીન હસ્તગત કરી છે અને ત્યાંથી જ ગેસની પાઇપ લાઇન નીકાળી રહી છે જે મામલે ખેડૂતોમાં રોષ છે. વ્યાજબી ભાવ અને જંત્રી પ્રમાણેનો ભાવ ન મળતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ધારાસભ્ય વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ખેડૂતોને વહાંરે આવ્યા છે. અને આગામી સમયમાં જો જંત્રી પ્રમાણે ભાવ નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat