: send direct message to facebook :




આજે વેલેન્ટાઇન ડે છે, એટલે કે એવો દિવસ જ્યારે લોકો પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. એક રીતે આને પ્રેમનો દિવસ કહેવામાં આવે છે. આ ખાસ દિવસે રાજકીય પાર્ટીઓ પણ ‘પ્રેમનો ઇજહાર’ કરવામાં પાછળ નથી. દેશમાં કૉંગ્રેસ પાર્ટીએ સત્તામાં બેઠેલી ભાજપાને વેલેન્ટાઇન ડે વિશ કર્યું છે, એ પણ ખાસ અંદાજમાં. કૉંગ્રેસે ભાજપા નેતાઓની તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. દરેક તસવીર સાથે એક મેસેજ લખ્યો છે. દરેક તસવીર સાથે #LoveNotHate પણ લખ્યું છે.
કૉંગ્રેસે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તસવીરને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘મૈં તુલસી યેલે આંગન કી.’ આમા યેલે યૂનિવર્સિટી અને ડિગ્રીને લઇને મેસેજ લખવામાં આવ્યો છે. તો ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાર્યભાર સંભાળ્યા બાદ ઘણા સ્થળોનાં નામ બદલ્યા છે. યોગી આદિત્યનાથને વેલેન્ટાઇન ડે વિશ કરતા કૉંગ્રેસે લખ્યું છે કે, ‘ધ નેમસેક, સારે નામ હમને કિયે હૈ ચેન્જ તેરે લિયે સનમ.’

તો રક્ષામંત્રી નિર્મલા સીતારમણની તસવીરો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘સાઇલેંસર, આપ સબસે અચ્છા કહતી હૈ, જબ આપ કુછ ભી નહીં કહતી હૈ.’ કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ માટે, ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ, ચલ છય્યૈ છય્યૈx2.’ લખવામાં આવ્યું છે. કૉંગ્રેસે ભાજપા અધ્યક્ષ અમિત શાહની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,’ધ પ્લેયર, નાયક નહીં, ખલનાયક હું મૈં.’
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ધ એક્સિડેંટ ચૌકીદાર, ચોરી ચોરી-ચુપકે ચુપકે.’

Post a Comment

 
Top
Aapanu Gujarat