: send direct message to facebook :

જમ્મૂ-કાશ્મીરમાં વધુ એક મોટો આતકી હુમલો થયો છે. આતંકીઓએ સુરક્ષાબળોના જવાનોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. પુલવામાના અવંતીપોતાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનો હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. 
આ હુમલો આઈઈડી બ્લાસ્ટ હતો. 45જવાનો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીઆરપીએફનો કાફલો જઈ રહ્યો હતો જેમાં સંખ્યાબંધ વાહનોમાં સીઆરપીએફના 2500થી વધારે જવાનો સવાર હતાં. જેમાંથી આતંકીઓએ સુરક્ષાબળોને એક જ ગાડીને નિશાન બનાવી હતી.
સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ પર એક વાહનમાં IED લગાવવામાં આવ્યું હતું. આ કાર હાઈવે પર જ ઉભી હતી. જેવા સીઆરપીએફના જવાનોનો કાફલો પસાર થયો તે દરમિયાન જ ભયાનક વિસ્ફૉટ થયો હતો. હુમલા દરમિયાન ગોળીબાર કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતાં. જ્યારે 45થી પણ વધારે જવાનો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે.
2016માં જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતેના સૈન્ય કેમ્પ પર થયેલા હુમલા બાદનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે. ઉરી હુમલામાં સેનાના 19 જવાનો શહીદ થયા હતાં.  
દક્ષિણ કાશ્મીરમાં એલર્ટ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું
જમ્મુ-કાશ્મીરમાં જે સીઆરપીએફના જે કાફલા પર હુમલો થયો તે જમ્મૂથી કાશ્મીર તરફ જઈ રહ્યો હતો જેમાં 2500થી વધારે જવાનો શામેલ હતાં.
આ હુમલાની જાણકારી મળ્યાના તત્કાળ બાદ પુલવામામાં રહેલી સેના, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની અન્ય કંપનીઓને અવંતિપોરા રવાના કરી દેવામાં આવી છે. આતંકી ઘટના બાદ સેનાએ હાલ જમ્મૂ-કાશ્મીર હાઈવે પર ટ્રાફિક તત્કાળ બંધ કરાવી અવંતિપોરા અને તેની આસપાસના વિસ્તારમાં મોટું સર્ચ ઓપરશેન હાથ ધર્યું છે. આ ઉપરાંત પુલવામા, શોપિયાં, કુલગામ અને શ્રીનગર જીલ્લામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને એજંસીઓના અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat