: send direct message to facebook :


જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં ભયંકર આતંકી હુમલો થયો છે. CRPFના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં 30 જેટલા જવાનો શહીદ થયા છે. જમ્મૂ-કાશ્મીરના છેલ્લા 20 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો અને બર્બર હુમલો છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ટિપ્પણી કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી આ હુમલાની જાણકારી આપી હતી. પુલવામા આતંકી હુમલાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખોડ્યો છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટ કરી કહ્યું છે કે – કાયર હુમલાની નિંદા કરૂ છું. હુમલામાં શહીદો થયેલા જવાનોના પરિજનો સાથે આખો દેશ ઉભો છે. ઈજાગ્રસ્ત જવાનો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના.

સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉરી હુમલા બાદ ફરી એકવાર હુંકાર ભર્યો છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું છે કે – બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. સાથે જ વડાપ્રધાન મોદીએ ગૃહમંત્રી અને અધિકારીઓને પરિસ્થિતિ પર ધ્યાન આપવા આદેશ કર્યો છે.
અગાઉ 2016માં ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં સેનાના 19 જવાનો શહીદ થયા હતાં. આ હુમલા બાદ વડાપ્રધાન નરેદ્ર મોદીએ જાહેરમાં હુંકાર ભરતા કહ્યું હતું કે, જવાનોની શહાદત બેકાર નહીં જાય. આ વાતના થોડા જ દિવસમાં સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને ખતરનાક સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. જેમાં સેનાએ 200ની આસપાસ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.
ત્યાર બાદ આજે પુલવામા હુમલામાં 30 જવાનો શહીદ થયા છે. ત્યારે હુમલાની ગણતરીની મિનિટો બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી પ્રતિક્રિયા આપી છે. જેથી એ બાબતની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઉરી બાદ આ વખતે ભારત વધુ આકરી કાર્યવાહી કરી શકે છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat