: send direct message to facebook :



     ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે પ્રભુત્વ ધરાવતા લોકોને પોતાના પક્ષમાં સમાવવા માટે તમામ પક્ષની ગતિવિધિઓ તેજ થઈ જાય છે ત્યારે હાલ 2019 ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આંદોલનકારી પ્રવિણ રામને કોંગ્રેસ પક્ષમાં લાવવા માટે પક્ષ દ્વારા પ્રયાશો થઈ રહ્યા છે એવું નજીકના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

       આંદોલનકારી પ્રવિણભાઈ રામ જન અધિકાર મંચ ના ગુજરાત પ્રમુખ છે અને આહિર જ્ઞાતિના છે, સૌરાષ્ટ્રમાં તેમજ આહીર સમાજમાં એમની મજબૂત પકડ છે, સાથે સાથે એમના આંદોલનના કારણે ગુજરાતમાં 2 લાખથી વધારે પરિવારોને સીધો જ ફાયદો થયો છે એટલે ગુજરાતમાં એમનો ચાહક વર્ગ તમામ સમાજમાં ખૂબ મોટો છે ,આહીર રેજીમેન્ટની લડતમાં દિલ્હી સુધીની એમની યાત્રાના કારણે ગુજરાત સહિત બીજા રાજ્યોના યાદવોમાં પણ એમનું પ્રભુત્વ છે અને  ઇકોઝોનની લડતના કારણે સૌરાષ્ટ્રની અમુક સીટોના ખેડૂતોમાં પણ એમનું પ્રભુત્વ છે.
       ત્યારે કોંગ્રેસ પક્ષ પ્રવિણ રામ ને પોતાના પક્ષમાં લાવી આહીર સમાજ,કર્મચારી અને ખેડૂતોના વોટ પોતાની તરફ કરવાના આયોજનમાં છે કારણકે પ્રવિણ રામને પક્ષમાં લાવવાથી તાલાલા વિધાનસભા, જૂનાગઢ લોકસભા અને આહીર સમાજના પ્રભુત્વ ધરાવતી 7 થી 8 સીટોમાં કોંગ્રેસ પક્ષને મોટો ફાયદો થઇ શકે એમ છે એટલે કોંગ્રેસ પક્ષના અમુક લોકો પ્રવિણ રામના સંપર્કમાં રહી અને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાશ કરી રહયા છે એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat