: send direct message to facebook :

અમદાવાદની હાઈફાઈ રાજપથ કલબમાં 40બોગસ મેમ્બરશીપ કાંડમાં રૃ.1.65 કરોડની ઠગાઈ કેસનો મુખ્ય સૂત્રધાર હિતેશ દેસાઈ મંગળવારે મોડી સાંજે અચાનક વસ્ત્રાપુર પોલીસ મથકમાં હાજર થતા પોલીસે ધરપકડ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ છેલ્લા એક માસથી હિતેશને પકડવા જુદી-જુદી જગ્યાએ તપાસ કરી હતી પરંતુ મળ્યો નહોતો. ધરપકડ બાદ હિતેશ દેસાઈએ પોલીસને જણાવ્યું હતું કે, હું નિર્દોષ છું, મને હાથો બનાવવામાં આવ્યો છે. ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો કેટલાક ડિરેકટરોની સંડોવણી બહાર આવી શકે તેમ છે. પોલીસે હિતેશ દેસાઈને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
14 હજારથી પણ વધુ મેમ્બરો ધરાવતી રાજપથ કલબના વહીવટ માટે જુલાઈ, 2012થી હિતેશ મહાદેવ દેસાઈ રહે.એ-21 શ્રીરામનગર, મકરબાને કલાર્ક તરીકે નિમણૂંક મળી હતી. 2015માં હિતેશને કલબના એચ.આર. વિભાગમાં જૂના કર્મચારી સાથે મેમ્બર કાર્ડના કામ માટે મદદમાં મૂક્યો હતા. આ સમયમાં કલબના ડિરેકટરોનો વિશ્વાસ જીતી હિતેશ દેસાઈ એચ.આર.માં સ્વતંત્ર રીતે મેમ્બરશીપની કામગીરીમાં જોડાયો હતો. વસ્ત્રાપુર પોલીસે બોગસ મેમ્બર બનેલા 40 પૈકીની ૨૨થી વધુ અસલ એફિડેવીટ કબજે લીધી હતી. તેમજ હિતેશ દેસાઈની કોલ ડિટેઈલ મેળવીને કોની સાથે સંપર્ક ધરાવતો હતો તેની માહિતી મેળવી હતી.

વસ્ત્રાપુર પોલીસે અત્યાર સુધીમાં રાજપથ કલબના ડિરેકટર જયેશ ખાંડવાલા, ફેનિલ શાહ, મુકેશ ઘીયા, સેક્રેટરી, એચઆર હેડ સહિત 40 થી વધુ લોકોના નિવેદનો લીધા છે.
રાજપથ કલબમાં આરોપી હિતેશ મહાદેવ દેસાઈએ મેમ્બર ન હોવા છતાં મેમ્બરના પુત્ર અથવા પુત્રી બતાવીને ત્રણ મેમ્બરોને 50 ટકામાં મેમ્બર બનાવ્યા હતા. જયારે 15 મેમ્બરોને રેકર્ડના બ્લેન્ક એકસપાયરી કે ટ્રાન્સફર થયેલા અન-એકટીવ મેમ્બરોના કોમ્પ્યુટર ડેટામાં ડાયરેકટ નામ સરનામા બદલી નવી ડાયરેકટ મેમ્બરશીપ આપી દીધી હતી. ઉપરાંત 20 નવા મેમ્બરોને જૂના અન-એકટીવ મેમ્બરોના ડેટામાં નામ સરનામા એડિટીંગ કરી ખોટા બનાવટી નામો લખી દેવામાં આવ્યા હતા. રાજપથ કલબના ડિરેકટર કે અન્ય કર્મચારીની સંડોવણી બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં બહારની કોઈ વ્યકિત સામેલ છે કે કેમ અને અત્યાર સુધી કયાં છુપાતો ફરતો હતો તેની તપાસ હાથ ધરી છે.
કાકા-બાપાના દીકરા ભાઈને મેમ્બર બનાવી દીધા
રાજપથ કલબની ડેપ્યુટી મેનેજર લતાકાંથન ઈરૃવા ડિસેમ્બર 2016માં અડધી રજા ઉપર ગઈ હતી. તે વખતે તેમના કોમ્પ્યુટર ઉપરથી આરોપી હિતેશ દેસાઈએ મેમ્બરશીપ નં.4657નું સ્ટેટસ ઓ.કે. કરીને નવા મેમ્બર બનાવ્યા હતા. 15 નવા મેમ્બરો કોમ્પ્યુટરના ડેટા તથા ફોર્મમાં સુધારા કરીને બનાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત નવા બનેલા 20 મેમ્બરોને રાજપથ કલબમાં ટ્રાન્સફર ફી તથા ટેક્ષની રકમ ભરાવીને મેમ્બરો પાસેથી મોટાપાયે આર્થિક લાભ મેળવી લીધો હતો. આરોપીના કાકાના દિકરા રવિ દેવરાજભાઈ દેસાઈ અને મોટા બાપના દીકરા રોહિત ભલાભાઈ દેસાઈને મેમ્બર બનાવી દીધા હતા.

Post a Comment

 
Top
Aapanu Gujarat