: send direct message to facebook :


બનાસકાંઠા જિલ્લામાં લોકસભા માં ટીકીટ વાંચ્છુઓના નામ અને ફોટો સાથે અભિનંદન વરસાવતી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ કરાતાં રાજકીય ગરમાવો આવ્યો છે. જે અનુસાર પુર્વ રાજ્યમંત્રી શંકર ચૌધરી અને બનાસડેરીના પુર્વ ચેરમેન પરથી ભટોળના ફોટા સાથે ફરતી કરવામાં આવેલ પોસ્ટને પગલે જિલ્લાભરમાંથી તેમને ફોન દ્વારા અભિનંદનના ફોન ચાલુ થઈ ગયા હતાં. આમ કોઈ ટીખળખોરોએ આવી પોસ્ટ બનાવી વાયરલ કરતાં કતારમાં ઉભેલા અન્ય ઉમેદવારોમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે. આમ બનાસકાંઠામાં આ વખતે જિલ્લાના દિગ્ગજો વચ્ચેની હરિફાઈમાં કોણ કોને કાપે તેની હોડ ચાલી રહી છે. ત્યારે જે લોકો પોતાના કામ માટે ગાંધીનગર ના મંત્રીઓની કચેરીઓમાં આંટાફેરા કરતાં હતાં તેવા લોકો તેવા મંત્રી ની સામે જ દાવેદારી નોંધાવતાં આ વખતે બનાસકાંઠામાં ભારે હોડ લાગી છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વખતે કોંગ્રેસ કરતાં ભાજપમાં ઉમેદવારોની યાદી લાંબી થઈ જતાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. નવાઈની વાત એ છે કે જે લોકો તેમના કામો અને ભલામણ માટે જેમની પાસે ગાંધીનગરના મંત્રાલયના આંટાફેરા કરતાં હતાં અને તેમના સગાં સ્નેહીઓના કામ લઈ દોડતા હતાં તેવા કાર્યકરો આજે મેદાનમાં ઉતરતાં બનાસકાંઠાનુ રાજકારણ ગરમાયુ છે. તેટલુ જ નહી પણ જો ટીકીટ ન મળે તો પાર્ટીની વિરુધ્ધમાં પણ જઈ શકે તેવી ભિતિ પણ સેવાઈ રહી છે. ત્યારે બનાસકાંઠામાં પુર્વ રાજ્યમંત્રી શંકર ચૌધરી ને ટીકીટ મળ્યાના અભિનંદન આપતી પોસ્ટ વાયરલ થતાં તેની સામે બનાસ ડેરીના પુર્વ ચેરમેન પરથી ભટોળની પણ પોસ્ટ વાયરલ થયાનું સૂત્રોએ જણાવ્યુ હતુ.

આમ બનાસકાંઠામાં આ વખતે 20થી વધુ ઉમેદવારો ભાજપમાંથી ઉમેદવારી કરવા તત્પર છે. ત્યાં કોંગ્રેસ માં હાલમાં ચાર કે પાંચ નામ જ ચર્ચામાં અવ્યાછે. ત્યારે 2017 માં વિધાનસભાની ચુંટણી ટાણે પણ જે નામ ચર્ચામાં હતાં તેનાથી અલગ જ ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવ્યુ હતું. તેથી ભાજપમાં કોના પર મોવડી મંડળ પસંદગી ઉતારશે તે સસ્પેન્સ હજુ પણ યથાવત છે.ત્યારે કોંગ્રેસમાં ચોક્કસ ચાર જ વ્યક્તિઓના નામ ચર્ચામાં આવતાં કોંગ્રેસી કાર્યકરો પણ ઉમેદવાર ના સસ્પેન્સ નો ભેદ ઉકેલવા મોવડી મંડળ ના નેતા ઓ સાથે સંપર્ક સાધી દોડધામ કરી રહ્યા છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat