: send direct message to facebook :


પાસના નેતા અલ્પેશ કથીરિયાની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે. હાલ સુરતમાં અલ્પેશ કથીરિયાના ભાઇ વિરુદ્ધ કપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસને મળેલી ફરિયાદમાં અરજદારે કથીરિયાના ભાઇ વિરુદ્ધ મિત્રો સાથે મળીને કારમાં તોડફોડ કરી હોવાનો લગાવ્યો છે.
તમને જણાવી દઇએ કે, ગઇકાલે રાત્રે એટલે કે ગુરુવારે પાસ કન્વિનર અને પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ પર કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ ઘટનામાં માહિતી એવી હતી કે, અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈ બહાર ગયા હતા, તેઓ મોડી સાંજે પોતાના ઘરે આવી રહ્યા હતા. તેઓ રિક્ષામાં પોતાના રહેઠાણ સ્થળ નજીક રીક્ષામાંથી ઉતર્યા ત્યારે ત્રણ જેટલા વ્યક્તિઓ તેમના પર હુમલો કર્યો હતો.

આ ઘટનામાં એવું પણ જાણવા મળે છે કે, છેલ્લા કેટલાંક દિવસથી અલ્પેશ કથિરીયાના પિતા અને ભાઈને હેરાન કરી ધમકી આપી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. આ ઘટનામાં હુમલાનું કારણ અંગત અદાવત છે કે, બીજુ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ત્યારે અચાનક હુમલો થયાના બીજા દિવસે એટલે કે આજે અલ્પેશ કથીરિયાના ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે.
સુરતના કપોદ્રા પોલીસ સ્ટેશનમાં કથીરિયાના ભાઇ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે, કથીરિયાના ભાઇએ મિત્રો સાથે મળીને કારમાં તોડફોડ કરી છે. પોલીસ આ ઘટનામાં ઉંડાણ પૂર્વક તપાસ કર્યા બાદ કોઇ ચોક્કસ નિષ્કર્ષ પર ઉતરશે.

Post a Comment

 
Top
Aapanu Gujarat