: send direct message to facebook :


હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ ચાલું છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો પોતાના ઉમેદવારોની શોધમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઇકાલે એટલે કે ગુરુવારે સાંજે ભાજપે પોતાની પહેલી યાદી જાહેર કરી હતી.
આ યાદીમાં ગુજરાતમાંથી અમિત શાહનું નામ ગાંધીનગર સીટ પરથી ફાઇનલ કર્યું છે, આ સાથે દાદરા નગર હવેલીમાં કદાવર નેતા નટુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. નટુભાઈ પટેલ વિકાસનાં કામો અને ગ્રાઉન્ડ પર કામ કરનારા નેતા છે.

તમને જણાવી દઇએ કે, નટુભાઈ પટેલનું દાદરા નગર હવેલીમાં કદાવર નેતા તરીકેનું નામ છે. ભાજપે આ વખતે ફરી તેમના પર વિશ્વાસ મૂકીને તેમના નામ ઉપર મહોર લગાવી છે. નટુભાઈ પટેલ 10 વર્ષથી દાદરા નગર હવેલીના સાંસદ ચૂંટાઇ આવે છે. તેઓએ 2014માં 5000થી વધુ મતોથી સાંસદની ચૂંટણી જીત્યા હતા.
આ સિવાય નટુપટેલ બિલ્ડરના વ્યવસાયમાં પણ જોડાયેલા છે. નટુભાઇ પટેલનું નામ પ્રદેશના આદિવાસી લોકોમાં તેમને સારી એવી નામના મેળવી છે. નટુભાઇ પટેલે 10 વર્ષમા દાદરા નગર હવેલીના વિકાસના કામોમાં અનેક ગામોમાં કનેક્ટિવિટી જોડી છે. તેમને અનેક ગામોમાં પુલ, રસ્તાઓ બનાવ્યા છે.
મજાની વાત તો એ છે કે, નટુભાઇ પટેલ પોતે ઓછું ભણેલા હોવા છતાં દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓ માટે સરકારી ઈંગ્લીશ સ્કુલો શરૂ કરાવી છે. આ સિવાય મેડિકલ કોલેજ પણ બનાવી છે. નટુભાઇના દાદારા નગરમાં એવા સ્માર્ટ કાર્યો કર્યા છે કે તેઓએ સ્માર્ટસીટીમાં સેલવાસને દરજ્જો અપાવ્યો છે. આ સિવાય દમણ ગંગા નદી પર રિવરફ્રન્ટ બનાવડાવ્યું છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat