: send direct message to facebook :


bjp pdp
જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને ભાજપ વચ્ચે ગઠબંધન બાદ થયેલા ભંગાણ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ કે જ્યારે ભાજપે જમ્મુ કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન કર્યુ ત્યારે મુફ્તી મોહમ્મદ સાહેબ હતા. તેઓ તમામ મુદાઓ પર સારૂ એવુ જ્ઞાન ધરાવતા હતા. જમ્મુ કાશ્મીરની જનતાના હિત માટે અમે પીડીપી સાથે ગઠબંધન કર્યુ. અને સરકાર બનાવી.
જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની કામ કરવાની અલગ રીત છે. જ્યારે મુફ્તી મોહમ્મદ સાહેબની અલગ રીત છે. જમ્મુ કાશ્મીરમાં પીડીપી સ્થાનિક ચૂંટણી કરાવવા નહોતી ઈચ્છતી જ્યારે ભાજપ ઈચ્છતુ હતુ કે જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરાવવામાં આવે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે અમારા હમેશા એવા પ્રયાસ રહ્યા હતા કે અમે જમ્મુ કાશ્મીરની જનતા માટે સારૂ કામ કરીએ. અને અમે જમ્મુ કાશ્મીરની જનતા પર બોઝ બનવા નહોતા માગતા એટલે પીડીપી સાથે ભાજપે છેડો ફાડ્યો. પીએમ મોદીએ આ પ્રકારનુ નિવેદન એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આપ્યુ હતું.

Post a Comment

 
Top
Aapanu Gujarat