: send direct message to facebook :


dhanani-chavda
કોંગ્રેસના ડેમેજ કંટ્રોલ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે સમગ્ર દેશની જનતાનાં અવાજને સંકલિત કરી જન અવાજ સાથે કોંગ્રેસ પક્ષ પ્રજાલક્ષી કાર્યો કરશે.ખોટા વાયદા વચન અને સપના બતાવવાના બદલે જે બોલે તે કરી બતાવશે. દેશના 20 ટકા ગરીબ પરિવાર એટલે કે 40 લાખ લોકો બીપીએલની રેખા હેઠળ છે. આ લોકોને વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાનો સંકલ્પ નિર્ધારીત કર્યો છે.
વર્તમાન સમયમાં સમગ્ર દેશ માટે બેરોજગારી સૌથી મોટો પડકાર છે. મોદી સરકારના વાયદા બાદ પણ સૌથી ખરાબ સ્થિતિ ખેડૂતોની છે. ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળે, ખર્ચમાં ઘટાડો થાય, સસ્તું ધિરાણ થાય તે પ્રકારનું આયોજન સહીત અલગથી કિસાન બજેટની પણ જોગવાઈ અને દેવા માફીનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે રાહુલગાંધીના સંબોધનનો ઉલ્લેખ કરી જણાવ્યુ કે 2019નો ચૂંટણી ઢંઢોરો જનમતને લઇને તૈયાર કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ગુજરાતની 26 સીટો પર ભાજપ કોંગ્રેસે પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી છે. બન્ને મુખ્ય પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળે છે. જો કે ભાજપમાં અદરખાને કાગારોળ છે, જ્યારે કોંગ્રેસમાં બધું જાહેરમાં થાય છે. મુખ્યતવે રાજિવ સાતવનો ગુજરાત આવવાનો હેતુ એ માત્ર ડેમેજ કંટ્રોલ છે. જેથી રાજીવ સાતવ બધું થાળે પાડવા આવ્યા હતાં.

Post a Comment

 
Top
Aapanu Gujarat