: send direct message to facebook :


હિમાચલ પ્રદેશમાં પ્રેમ કુમાર ધૂમલ ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે હિમાચલના રાજગઢમાં આયોજીત રેલીમાં તેની જાહેરાત કરી. હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલાં ભાજપાએ મુખ્યમંત્રી ઉમેદવારની જાહેરાત કરી છે.
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 9 નવેમ્બરના રોજ થશે, પરંતુ 18 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. હાલમાં હિમાચલ પ્રદેશમાં છેલ્લાં પાંચ વર્ષથી કૉંગ્રેસની સરકાર છે. જો કે ઓપિનિયન પોલમાં હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાને જીતવાની વાત કહેવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની કુલ 68 સીટો છે. ચૂંટણી માટે કુલ 7521 પોલિંગ સ્ટેશન બનાવાશે. તમામ પોલિંગ સ્ટેશનો પર VVPATનો ઉપયોગ થશે.
હિમાચલમાં શું ફરીથી ઇતિહાસનું પુનરાવર્તન થશે?
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપાની ઇનિંગ્સ બદલી-બદલીને રાજ કરે છે. એવામાં ભાજપાને આશા છે કે આ વખતે તેઓ સરકાર બનાવામાં સફળ રહેશે. હિમાચલ પ્રદેશમાં ગઇ વખતે 4 નવેમ્બરના રોજ ચૂંટણી થઇ હતી અને 20 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. ગઇ વખતે હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા સીટોમાંથી કૉંગ્રેસે 36 સીટો જીતી હતી. અહીં ભાજપાની હાર થઇ હતી અને તેને 26 સીટો મળી હતી. ભાજપાએ પ્રેમ કુમાર ધૂમલના નેતૃત્વમાં જ ચૂંટણી લડી હતી. અહીંથી વીરભદ્ર સિંહ છ વખત મુખ્યમંત્રી રહ્યા છે.
કોણ છે પ્રેમ કુમાર ધૂમલ
73 વર્ષના પ્રેમ કુમાર ધૂમલ હિમાચલ પ્રદેશની હમીરપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડતા રહ્યાં છે. 1984માં પહેલી વખત ધૂમલે લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો, જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો. 1989ની સાલમાં લોકસભા ચૂંટણીમાં તેઓ હમીરપુર સીટ પરથી વિજય થયા.

Post a Comment

 
Top
Aapanu Gujarat