: send direct message to facebook :

આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં આજે 20 વર્ષીય યુવકે નવમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જો કે આ યુવકે શા-માટે આત્મહત્યા કરી તે રહસ્ય હજી અકબંધ છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટના નવમા ફ્લોર પર રહેતા રહેતા સાહીલ શૈલેનભાઇ શાહ નામનો યુવક થોડા સમય પહેલા જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટ કંપની સ્પેસ અનલિમિટેડમાં સીઇઓ તરીકે જોડાયો હતો.

પોલીસને જાણવા મળ્યું છે કે, સાહિલ તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક દિકરો હતો. સાહિલે આજે સવારે પરિવારે સાથે નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ અચાનક જ નવમાં માળેથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન ફ્લેટના પાર્કિંગમાં બે લોકો ગાડી ધોવાનું કામ કરતા હતા અને તેઓ અવાજ સાંભળતા જ દોડી આવ્યા અને પોલીસ તથા સાહિલના પરિવારને જાણ કરી હતી. પાલડી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
સાહીલને ડાન્સનો પણ ખૂબ શોખ હતો અને ફિલ્મ સ્ટાર્સ સાથે પણ તેના ફોટોઝ જોવા મળે છે. સાહીલ જેકલીન ફર્નાન્ડીઝથી લઇ ટીવી એક્ટ્રેસ હેલી શાહ અને કોરિયોગ્રાફર સંદીપ સાપોરકર સાથે પણ જોવા મળી ચૂક્યો છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat