: send direct message to facebook :

પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે. હાલ જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા રાજકારણમાં ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજવીર બપોદરાએ પોતાના 100થી વધુ કાર્યકરો સાથે આજે વિધિવત રીતે જોડાઇને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
ભાજપમા જોડાયેલા બાપોદરાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના આંતરીક રાજકારણ થી કંટાળીને તેમણે પક્ષમાથી રાજીનામુ આપ્યુ છે અને આગમી દિવસોમા ભાજપમા રહીને લોકોના કામ કરતો રહીશ તેવુ જણાવ્યુ હતુ.
જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમા પોતાના તમામ હોદ્દાઓ પર થી રાજીનામુ આપીને ભાજપમા જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા સહીતના જિલ્લાના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી ભાજપમા પ્રવેશ કરાવ્યો હતો.

Post a Comment

 
Top
Aapanu Gujarat