: send direct message to facebook :

કોંગ્રેસ નેતા શશિ થરૂર ક્યારેક પોતાની વિશિષ્ટ અંગ્રેજી તો ક્યારેક તીખા નિવેદનોના કારણે ચર્ચામા બનેલા રહે છે. હાલના દિવસોમાં તેઓ પોતાની નવી પુસ્તક ‘ધ પેરાડોક્સિકલ પ્રાઈમ મિનિસ્ટર’ સમાચારમાં ચમકી રહેલ કોંગ્રેસ નેતાએ સંદર્ભમાં જ એક ટીપ્પણી કરી છે. થરૂરે કહ્યું કે, જે પત્રકારોના તેમને પુસ્તકમાં સંદર્ભ આપ્યો છે, તેમાંથી એક અનામિક આરએસએસ સૂત્રએ કહ્યું હતુ કે, પીએમ મોદી શિવલિંગ પર બેસેલ વીંછીની જેવા છે, જેમને હટાવી પણ ના શકાય અને ચપ્પલથી મારી પણ ના શકાય. થરૂરના આ નિવેદન પર બીજેપીએ તીખી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માફી માગે તેવી માંગ કરી છે.
કેન્દ્રીય મંત્રી અને સીનિયર બીજેપી લીડર રવિશંકર પ્રસાદે કહ્યું કે, પોતાને શિવભક્ત કહેનાર રાહુલ ગાંધીએ થરૂરની આ ટિપ્પણી માટે માફી માંગવી જોઈએ. પ્રસાદે કહ્યું કે, એક તરફ રાહુલ ગાંધી ખુદ શિવભક્ત હોવાનો દાવો કરી રહ્યાં છે, બીજી તરફ તેમના નાના નેતા ચપ્પલથી હુમલો કરવાનો ઉલ્લેખ કરીને શિવ લિંગની પવિત્રતા અને ભગવાન મહાદેવનું અપમાન કરે છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરતા પ્રસાદે કહ્યું, રાહુલ ગાંધી તમે પોતાને શિવ ભક્ત ગણાવો છો, થરૂરના ભગવાન મહાદેવની આ ખુબ જ ભયાનક નિંદાના જવાબમાં માફી માંગો.
શું કહ્યું હતુ થરૂરે
પોતાના લેખન અને પુસ્તકોને લઈને બેંગ્લોરના લિટ ફેસ્ટમાં હિસ્સા લેવા માટે ગયેલ શશિ થરૂરે પોતાની પુસ્તકના કેટલાક પાનાઓ પણ વાંચ્યા. શશી થરૂરે આરએસએસના એક નેતાનો હવાલો આપતા કહ્યું કે, મોદી શિવલિંગ પર ચીપકેલા વીંછીની જેમ છે, જેને ના તો હટાવી શકાય છે અને ના તો ચપ્પલથી મારી શકાય છે.

Post a Comment

 
Top
Aapanu Gujarat