: send direct message to facebook :

સુરતનાં જાણીતા હીરા કારોબારી સવજીભાઈ ધોળકિયા દિવાળી આવતા હંમેશા ચર્ચામાં હોય છે. સવજીભાઈ ‘હરે ક્રિષ્ના પ્રાઇવેટ લિમિટેડ’નાં ચેરમેન છે. તેઓ દર દિવાળીએ તેમના કર્મચારીઓને કાર ગિફ્ટ કરે છે. આ દિવાળી નિમિત્તે પણ તેમણે 600 જેટલા તેમના કર્મચારીઓને કાર આપી છે. તો તેમના બાળકોની લાઇફ સ્ટાઇલ પણ કોઈ સુપરસ્ટારનાં દીકરાઓથી ઓછી નથી.
સવજીભાઈનો દીકરો દ્રવ્ય ધોળકિયા ઇન્સ્ટાગ્રામ પર ઘણો જ એક્ટિવ છે. દ્રવ્ય ધોળકીયનાં ઇન્સ્ટાગ્રામ પર 27 હજારથી વધારે ફૉલોઅર્સ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો જોઇને તેની ભવ્ય લાઇફસ્ટાઇલનો અંદાજો લગાવી શકાય છે. દ્રવ્યનાં ઇન્સ્ટાગ્રામ પરથી કહી શકાય કે તેને ફરવાનો ઘણો જ શોખ છે. તેણે અત્યાર સુધી 31 પોસ્ટ કરી છે અને દરેક પોસ્ટ ખાસ છે. દ્રવ્યએ ન્યૂયૉર્કની ‘પેસ યુનિવર્સિટી’માંથી MBA કર્યું છે.
ઉલ્લેખનીય છે કે MBA પૂર્ણ કર્યા બાદ જ્યારે દ્રવ્ય ન્યૂયૉર્કથી સુરત આવ્યો ત્યારે તેના પિતાએ તેને ફ્રેશરની જેમ પહેલા જોબ કરવાનું કહ્યું હતુ. દ્રવ્યએ પહેલી નોકરી કૉલ સેન્ટરમાં કરી હતી અને તેનું કામ અમેરિકન કંપનીને સોલર પેનલ વેચવાનું હતુ. તેણે અઠવાડિયામાં જ આ નોકરી છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સવજીભાઈનાં કહેવાથી દ્રવ્યએ ફક્ત 3 જોડી કપડા અને 7 હજાર રૂપિયામાં કોચ્ચીમાં મહિનો પસાર કર્યો હતો અને આવું કરવા પાછળનો હેતુ જિંદગીને સમજવાનો હતો.

Post a Comment

 
Top
Aapanu Gujarat