: send direct message to facebook :

કર્મચારી આંદોલનના પ્રણેતા પ્રવિણ રામ ગાંધીનગર લોકસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવે એવી ગાંધીનગરના કર્મચારી પરિવારો માં ઉઠી માંગ.

      ગાંધીનગર લોકસભા પરંપરાગત રીતે ભાજપની સીટ માનવામાં આવે છે,ગાંધીનગરની સીટમાં કર્મચારી પરિવારોની મોટી વોટબેંક છે ત્યારે જો પ્રવિણ રામ ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવે તો  ગાંધીનગર લોકસભાના સમીકરણો બદલાય શકે, હાલ ગાંધીનગરમાં ભાજપમાંથી અમિતભાઇ શાહ અને કોંગ્રેસમાંથી સી જે ચાવડા ઉમેદવારી કરવાના છે ત્યારે તો અપક્ષમાં કોઈ મજબૂત ઉમેદવાર દાવેદારી કરે તો ત્રી-પાખીયો જંગ સર્જાય શકે, તેમજ હાલ સુત્રોની માહિતી મુજબ કોંગ્રેસ પક્ષ પણ પ્રવિણ રામને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાશ કરી રહ્યું છે ત્યારે જો સફળતા મળી તો કર્મચારી,આહીર સમાજ અને ખેડૂતોના મતોનો કોંગ્રેસને ફાયદો થઇ શકે છે.
પ્રવિણ રામ ગાંધીનગર કર્મચારી સમેલનમાં


          પ્રવિણ રામ જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ છે , આંદોલનના મારફતે એમણે 2 લાખથી પણ વધારે કર્મચારીઓને ફાયદો કરાવ્યો છે ત્યારે કર્મચારી વર્ગમાં એમને ચાહવાવાળો મોટો વર્ગ છે ત્યારે ગાંધીનગરના કર્મચારી પરિવારોમાંથી પ્રવિણ રામ ગાંધીનગર લોકસભા લડે એવી માંગ ઉઠી છે.

પ્રવિણ રામની દિલ્હી સુધીની યાત્રા
           ત્યારે આ બાબતે પ્રવિણ રામ સાથે વાત કરતા એમણે જણાવ્યું કે ગાંધીનગર અને જૂનાગઢ લોકસભામાં આવતા મતદારો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સ્થાનિક મતદારોની લાગણી હશે તો ચોક્કસ એ બાબતે વિચાર કરીશું અને લોકસભા લડીશું.

Post a Comment

 
Top
Aapanu Gujarat