: send direct message to facebook :

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ધમધમાટ શરૂ થયો છે. ભાજપ ગુજરાતમાં પોતાની 26 સીટો માટે ધરખમ ઉમેદવારોની શોધમાં કમર કસી રહ્યું છે. ગુરુવારે સાંજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતના ગાંધીનગર સીટ પર અમિત શાહના નામ પર મોહર લાગી ગઇ છે. હવે બીજી 25 સીટો માટે ઉમેદવારો માટે મહામંથન શરૂ થયું છે, તેના માટે આજે ગુજરાતના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં આજે હાઇકમાન સાથે બેઠક કરશે.
આજે સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ અને જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ દિલ્હી લોકસભા ચૂંટણીનાં ઉમેદવારોની ફાઇનલ યાદી સાથે દિલ્હી પહોંચી ગયા છે. સીએમ રૂપાણી દિલ્હી ખાતે સીએમ રૂપાણી સહિતના નેતાઓ અમિત શાહની મુલાકાત કરી ગાંધીનગર બેઠક માટે શુભેચ્છા પાઠવી હતી.

સીએમ વિજય રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં આજે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ઉમેદવાર યાદી અંગે ચર્ચા વિચારણા કરી શકે છે. જે પછી ગુજરાતની બેઠકો પર ઉમેદવારોનાં નામો પર મહોર લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી 11 એપ્રિલે શરૂ થશે અને 19 મે સુધી ચાલશે. મતગણના 23 મેના દિવસે થશે. દેશભરમાં ચૂંટણી 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19મેના દિવસોએ યોજાશે.

Post a Comment

 
Top
Aapanu Gujarat